Home> Entertainment
Advertisement
Prev
Next

દીપિકા પાદુકોણની 'છપાક'માં હતી મોટી ભૂલ, કોર્ટે સુધારી 

દીપિકા પાદુકોણ (Deepika Padukone) ની ફિલ્મ 'છપાક' (Chhapaak)ને પટિયાલા હાઉસ કોર્ટમાંથી લીલી ઝંડી મળી ગઈ છે. કોર્ટે ફિલ્મના પ્રોડ્યુસરને કહ્યું કે વકીલ અપર્ણા ભટ્ટને ક્રેડિટ આપવામાં આવે. હવે ફિલ્મ કાલે રિલીઝ થઈ શકશે. આ અગાઉ છપાકની રિલીઝ પર રોક લગાવવા માટે લક્ષ્મી અગ્રવાલની વકીલની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. 

દીપિકા પાદુકોણની 'છપાક'માં હતી મોટી ભૂલ, કોર્ટે સુધારી 

નવી દિલ્હી: દીપિકા પાદુકોણ (Deepika Padukone) ની ફિલ્મ 'છપાક' (Chhapaak)ને પટિયાલા હાઉસ કોર્ટમાંથી લીલી ઝંડી મળી ગઈ છે. કોર્ટે ફિલ્મના પ્રોડ્યુસરને કહ્યું કે વકીલ અપર્ણા ભટ્ટને ક્રેડિટ આપવામાં આવે. હવે ફિલ્મ કાલે રિલીઝ થઈ શકશે. આ અગાઉ છપાકની રિલીઝ પર રોક લગાવવા માટે લક્ષ્મી અગ્રવાલની વકીલની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. 

fallbacks

હકીકતમાં વકીલ અપર્ણા ભટ્ટે અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવાયું હતું કે તેમણે એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલનો કેસ વર્ષો સુધી લડ્યો હતો. પરંતુ આ ફિલ્મમાં તેમને ક્રેડિટ આપવામાં આવી નહીં. અરજીકર્તાએ એમ પણ કહ્યું કે એસિડ એટેક જેના પર થયો હતો તેનો કેસ વર્ષો સુધી લડી. છપાકની સ્ક્રિપ્ટમાં પણ મેં તેમને ખુબ મદદ કરી. પરંતુ કોઈ ક્રેડિટ મળી નહીં. આવામાં તેમને પૈસા નથી જોઈતા પરંતુ ક્રેડિટ જોઈએ છે. અરજીકર્તાએ  કહ્યું કે ક્રેડિટ આપવાને લઈને ફિલ્મના ડાઈરેક્ટર સાથે સતત 16થી 19 ડિસેમ્બર સુધી ફોન અને ઈમેઈલ થ્રુ વાત થઈ હતી. ડાઈરેક્ટરે કહ્યું પણ હતું કે રિલીઝના સમયે અમે તમને ક્રેડિટ આપીશું પરંતુ જ્યારે 7 જાન્યુઆરીએ અપર્ણા ભટ્ટે પ્રીમિયર જોયું તો તેમાં તેમનું નામ નહતું. આથી તેમણે કોર્ટમાં જવું પડ્યું. 

અત્રે જણાવવાનું કે ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદમાં છે. હકીકતમાં પ્રચાર દરમિયાન દિલ્હીમાં હાજર દીપિકા પાદુકોણ અચાનક જેએનયુમાં જતી રહી હતી. અહી તે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી. દીપિકા વિદ્યાર્થીઓના સમર્થનમાં લગભગ 10 મિનિટ સુધી રહી જો કે તેણે કશું કહ્યું નહીં. આ દરમિયાન દીપિકાની સામે જ અમને જોઈએ આઝાદીના નારા લાગ્યા હતાં. પરંતુ દીપિકા ચૂપચાપ સમર્થન દર્શાવીને જતી રહી.

દીપિકાના ગયા બાદ #BoycottChhapaak હેશટેગ સાથે લોકો ટ્વીટ કરવા લાગ્યા હતાં. લોકોએ ખુલીને છપાક ન જોવાની અપીલ કરી. જો કે કેટલાક લોકો દીપિકાના સમર્થનમાં પણ હતાં. છપાકનો બાયકોટ કરનારા લોકોનું કહેવું છે કે દીપિકા દેશને તોડનારા લોકોનો સાથ કેવી રીતે આપી શકે. 

બોલીવુડ જગતના લેટેસ્ટ ન્યૂઝ જાણો.. અહીં ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More